RSS Feed

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત via http://layastaro.com/?p=6215

Advertisements

3 responses »

  1. સરસ ગઝલ,
    ….પણ ગયો – સશક્ત અવકાશપૂર્ણ રદિફને સુંદર અભિવ્યક્તિ દ્વારા નિભાવાયો છે અહીં.
    એકાંતના દબદબાની વાત બહુજ ગમી.
    -અભિનંદન.

    જવાબ આપો
  2. એકલા આ મૌનમાં જીવીને શું કરું,
    તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.
    સુંદર અને ભાવુક ગઝલ..આભાર

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: